જામનગરમાં રાજ્યમંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાનું જામનગર ક્રિકેટ એસોસિએશન દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. બેન્ડવાજા અને ફટાકડાની ધૂમધામ વચ્ચે રાજ્યમંત્રીનું ફૂલહાર પહેરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વિશેષ વાત એ રહી કે, જે મેદાનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાના બાળપણમાં ક્રિકેટની તાલીમ લીધી હતી, તે જ મેદાનમાં તેમના પત્નિ અને રાજ્યમંત્રી રિવાબા જાડેજાનું સન્માન કરાયુ.