તા. 02/12/2025, મંગળવારે રાત્રે આશરે સવા આઠ વાગ્યાના સુમારે ધોળકા ખાતે નવી શાક માર્કેટ નજીક નેસડા ચોકડી પર સિમેન્ટના બંકર ટ્રકના ચાલકે પોતાના કબ્જા વાળા વાહનને પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી એક રાહદારી યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયુ હતું. ધોળકા ટાઉન પોલીસે અકસ્માતના આ બનાવ સંદર્ભે ટ્રકના ડ્રાંઇવર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.