પંચમહાલ જિલ્લાના ચલાલી ગામે આજે એક આત્મહત્યાના પ્રયાસની ઘટના સામે આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, ચલાલી ગામે રહેતા નિલેશ ચૌહાણ નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતા જ યુવકની તબિયત લથડતા તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા યુવકની સ