ગાંધીધામ: મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છતા હી સેવા-૨૦૨૫" પખવાડિયા અંતર્ગત આદિપુર બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન
ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન દ્વારા તા.૧૭ સપ્ટેમ્બર થી બે ઓક્ટોમ્બર ૨૦૨૫ સુધી "સ્વચ્છતા હી સેવા-૨૦૨૫" પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.જે અંતર્ગત આજરોજ સવારે 9 કલાકે મહાનગરપાલિકા દ્વારા આદિપુર બસ સ્ટેન્ડ તેમજ આજુબાજુના વિસ્તારની સફાઈ કરવામાં આવી,જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર મનીષ ગુરવાની,ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કોર્પોરેશન નાયબ કમિશનર મેહુલ દેસાઈ, સંજયકુમાર રામાનુજ,મામલતદાર જાવેદભાઇ, કોર્પોરેશન સ્ટાફ તથા સફાઈ કર્મચારીઓ જોડાયાં હતા