રાજકોટ પશ્ચિમ: બાલાજીસોસાયટીના ગેટ પાસેના સબસ્ટેશનથી સોસાયટીના રહેવાસીઓ ભારે પરેશાન,ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલા તાકીદે હટાવવા માંગણી
પીજીવીસીએલ દ્વારા શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ બાલાજી સોસાયટીના ગેટની તદ્દન નજીક સબ સ્ટેશન નાખી દેવામાં આવ્યું છે. જેને લઇને અહીંના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે તેઓએ આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે,કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ સબ સ્ટેશન તાકીદે અહીંથી દૂર કરવામાં આવે.