પુણા: હજીરામાં યુવકની ઘાતકી હત્યા,હાથ પગ બાંધી બોથર્ડ પદાર્થ વડે હત્યાને અંજામ,પોલીસે તપાસ આરંભી
Puna, Surat | Sep 14, 2025 હજીરામાં અજાણ્યા યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી.રવિવારે બપોરના સમય દરમ્યાન ઘટનાની જાણ થતા હજીરા પોલીસ ઘટના સ્થળે પોહચી હતી.પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ રણજીત પાસવાન તરીકે થઈ હતી.જ્યાં યુવકના હાથપગ બાંધી અને ત્યારબાદ બોથર્ડ પદાર્થ વડે ઘા કરી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન પોલીસે વ્યક્ત કર્યું હતું.પોલીસે લાશને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પીટલ ખસેડી હતી.જ્યાં fsl અને હ્યુમન સોર્સ ના આધારે હત્યારાઓ સુધી પહોંચવા પોલીસે તપાસ આરંભી છે.