પુણા: ડીંડોલી સાંઈ પોઇન્ટ નજીકથી ચોરીની ઓટો રીક્ષા સાથે આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ,વાહન ચોરીનો ભેદ ઉકેલાયો
Puna, Surat | Nov 25, 2025 ડીંડોલી પોલીસે મંગળવારે માહિતીના આધારે સાંઈ પોઇન્ટ નજીકથી ચોરીની ઓટો રિક્ષા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.સાંઈ પોઇન્ટ નજીકથી ઓટો રિક્ષા લઈ પસાર થતાં ઇમરાન ઉર્ફે વાંકો ઇમરાન કલોડિયા ની ધરપકડ કરવામાં આવી હતી.જે ઓટો રિક્ષા અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો શક્યો નહોતો.ઓટો રિક્ષા ચોરીની હોવાની કબુલાત કરતા પોલીસે ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.આરોપી અગાઉ પણ બે ગુન્હામાં ફરાર હતો.જ્યાં વધુ તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી હતી.