દિયોદર પીઆઈ કે એચ બિહોલા છેલ્લા દસ મહિનાથી દિયોદર પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા હતા જેમનો વહીવટી બદલી થતાં દિયોદરના રાજકીય આગેવાનો સરપંચો અને દિયોદર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઇ ને સાલ સાકર અને સાફો પહેરાવી ભવ્ય રીતે વિદાય આપી હતી જ્યાં નવા આવેલા પીઆઇ એ.ટી. પટેલનું પણ સાલ સાફો અને શ્રીફળ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દિયોદર ના વિવિધ સેવાભાવી સંગઠનો અને સરપંચો, સામાજિક અગ્રણીઓ, દિયોદર પોલીસ સ્ટેશન ના સ્ટાફ ઉપસ્થિત રહ્યા