કડી: કડી માં સસ્તાઅનાજની દુકાને અનાજ લેવાં ગયેલ મહિલાને દુકાનદારે અંગૂઠો આવતો નાં હોવાથી ફોટો પાડવાનું કહી છેડતી કરતાં ફરીયાદ
Kadi, Mahesana | Nov 27, 2025 ગઈ તારીખ 24 નવેમ્બરના રોજ કડી શહેરના ત્રણ માળિયા સરકારી વસાહતમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારે મહિલાની છેડતી કરતા ચકચાર મચી જવા પામી હતી.ગ્રામ્ય વિસ્તારની એક મહિલા સસ્તા અનાજની દુકાને અનાજ લેવા ગઈ હતી.તે દરમિયાન દુકાનદાર અજય ગોવિંદભાઈ પટણી ગ્રાહકોને અનાજ આપી રહ્યો હતો.મહિલાને અંગૂઠો મુકાવતા અંગૂઠા ની પ્રિન્ટ આવતી ના હોવાનું કહી સિસ્ટમમાં ફોટો લેવો ફરજિયાત છેકહી રૂમમાં ફોટો પાડવા લઈ જઈ છેડતી કરી હતી. મહિલા ત્યાંથી ભાગી ઘરે પહોંચી હતી.