અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ખાતે બે દિવસ અગાઉ એક પત્રકાર દ્વારા ઠાકોર સમાજની મહિલાની છેડતી કરવા મામલે ઠાકોર સમાજ દ્વારા આજે રવિવારે ત્રણ કલાકે ઇકબાલગઢ આઉટ પોસ્ટ પોલીસ ચોકી ખાતે આવેદનપત્ર આપ્યા બાદ ઠાકોર સમાજના આગેવાન અરવિંદભાઈ ઠાકોરે પ્રતિક્રિયા આપી અને આ પત્રકાર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.