ભરૂચ: ભરૂચ એલસીબીએ જંબુસર પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને મુંબઈના દહીંસર ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીનો સ્ટાફ હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસર પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી બાલાજી ઉર્ફે બાલુ કેગર હાલ મુંબઈના દહીંસર ચેક નાકા ખાતે ઓવર બ્રિજ નીચે રહે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાલાજી ઉર્ફે બાલુ ભાગવત કેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.