લીલીયા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંિવધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના મહાન કાર્યોને યાદ કરવામાં આવ્યા. સ્થાનિક કાર્યકરો અને આગેવાનોની હાજરીમાં સંવિધાનના મૂલ્યોને સમર્પિત શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.