ભિલોડા: ભિલોડા તાલુકામાં વિરામ બાદ વરસાદ –મકાઈના ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનની ભીતિ.
ભિલોડા તાલુકામાં ગતરોજ લાંબા વિરામ બાદ ઝાપટા સાથે વરસાદ ખાબક્યો હતો.આ વરસાદમાં લગભગ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોમાં ચિંતાનું માહોલ સર્જાયો છે.મકાઈના ખેતરમાં પાણી ભરાતા પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.ખેતરમાં પાણી ભરાવાનાં દ્રસ્યો કેમેરામાં કેદ થયા હતા.