વિસનગર ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલજીના અધ્યક્ષ સ્થાને આયોજિત “સહકારિતા સ્નેહમિલન” કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ હાજરી આપી હતી. તેમણે સહકાર ક્ષેત્રના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો, જે સહકારી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે પ્રેરક બન્યો હતો.