તળાજા: કુંડવી પાસે ડિહાઈડ્રેશન ફેક્ટરીમાં રૂ. 6.75 લાખની ચોરી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડવી ગામની સીમમાં આવેલ શુભમ ફૂડ નામની ડુંગળી ડિહાઈડ્રેશન ફેક્ટરીમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પાદરી ગામના દિનેશભાઈ કાનાભાઈ ભંમર પોતાના ભાગીદારો સાથે છેલ્લા પાંચ વર્ષથી આ ફેક્ટરી ચલાવે છે. ગત 19 મેની રાત્રે કારખાનું બંધ રાખવામાં આવ્યું હતું અને બીજા દિવસે મજૂરોને પગાર ચુકવવાનો હોવાથી ઓફિસના ટેબલના ખાનામાં અંદાજે રૂપિયા 6 લાખ 75 હજાર રોકડા મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓફિસ લોક કરી તમામ લોકો ઘર