કાલોલ: કાલોલના વેરાઈ માતાજીના ૧૨મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું ભવ્ય આયોજન.કુંજેશકુમારજી મહારાજશ્રી ઉપસ્થિત
કાલોલ નગરના કલાલ ઝાપા વિસ્તારમાં બિરાજમાન દશાલાડ જ્ઞાતિના કુળદેવી શ્રી વેરાઈ માતાજીના ૧૨ મા પાટોત્સવ ની આજે ચૈત્ર સુદ સાતમના પવિત્ર દિવસે ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવચંડી યજ્ઞ અને પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રીના આશીર્વચનનો લ્હાવો ભક્તોએ લીધો હતો. બુધવારે સવારે ૯:૦૦ કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં સાંજે ૬:૦૦ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. ધર્મસભા: પૂજ્ય પાદ ગો.