ભાવનગર બંને બાર એસોસિએશની વર્ષ ૨૦૨૬ માટેની ચૂંટણીમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. આજે તા.19 ડિસેમ્બર ના રોજ સાંજના ભાવનગર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ૭૨ ટકા મતદાન થયું હતું. પ્રમુખ પદે હિરેનભાઈ જાની, ઉપપ્રમુખ પદે હિતેષભાઈ શાહ ચૂંટાયા.જ્યારે ક્રિમિનલ બાર એસોસિએશનમાં ૮૯ ટકા જેટલું ભારે મતદાન થયું હતું. પ્રમુખ પદે અનિલસિંહ જાડેજા, ઉપપ્રમુખ પદે ગોહીલ જયેદવસિંહ અને ૧૫ કારોબારી સભ્યો ચૂંટાયા.