પોશીના: તાલુકાના આજાવાસ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ..!
પોશીના તાલુકાના આજાવાસ ગામે જોડફળો પ્રાથમિક શાળામાં ગત તારીખ 10 ઓગસ્ટ ના રોજ રાત્રિના અંદાજીત 11 વાગ્યાની આસપાસ શાળાના ઓરડાનું તાળું તોડી શાળામાં રહેલ ઈલેક્ટ્રીક સામાન તેમજ કરિયાણું સહિત અન્ય સામાન ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા. ત્યારે આ સમગ્ર મામલે શાળાના આચાર્યએ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.