સુરતના પાંડેસરા વિસ્તારમાં આજરોજ એક અજીબ ઘટના બની હતી જો કે નશાની હાલતમાં પિતા સાથે પુત્ર એ અપશબ્દો બોલી ગાળા ગારી કરી હતી. ત્યારબાદ પિતાને પુત્રની બોલાચાલી થતા પુત્ર એ સાઈડમાં પડેલા પથ્થર લઈ પિતા ઉપર તૂટી પડ્યો હતો અને બે થી ત્રણ જેટલા માથામાં ઘા મારી પિતાને ઇંજાઓ પહોંચાડી હતી જો કે સ્થાનિક લોકોએ પિતાને બચાવી લેતા 108 ને તુરંત જ જાણ કરવામાં આવી હતી અને 108 દ્વારા સારવાર કરી તેને હોસ્પિટલ અર્થે ખસેડાયો હતો.