શહેરા: વરિયાલ રોડ પરથી પાસ પરમીટ વગર પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને શહેરા વનવિભાગે ઝડપી પાડી રૂપિયા ૪.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
શહેરા વનવિભાગનો સ્ટાફ શહેરા થી નાકોડી તરફ જતા રોડ ઉપર પેટ્રોલીંગમાં હતો તે સમય દરમિયાન વરિયાલ રોડ પરથી લીલા તાજા પંચરાઉ લાકડા ભરીને પસાર થતી ટ્રકને ઉભી રખાવી ચાલક પાસે લાકડા અંગેના પાસ પરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજૂ ન કરતા ટ્રકમાં ભરેલ લાકડા પાસ પરમીટ વગર ગેરકાયદે રીતે વહન કરાતા હોવાનું સામે આવતા શહેરા વનવિભાગના સ્ટાફે ગેરકાયદે પંચરાઉ લાકડાં ભરેલ ટ્રકને ઝડપી પાડી અંદાજીત રૂપિયા ૪ લાખ ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.