હાંસોટ તાલુકાના કઠોદરા ગામે શેરડીના ખેતરમાં ભૂંડના હુમલાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર 3 વર્ષની બાળકી પ્રાવી વસાવા પર ભૂંડે અચાનક હુમલો કર્યો હતો. ભૂંડ બાળકીને ઉંચકી જતો હોય તે દરમિયાન માતા-પિતાએ સમયસર બચાવ કરતાં મોટી દુર્ઘટના ટળી હતી.હુમલામાં બાળકીના પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બાળકીને બચાવવાના પ્રયાસમાં પિતા વિમલ વસાવા અને માતા જશોદા વસાવા પણ ભૂંડના હુમલામાં ઘાયલ થયા હતા. ઘટનાના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.