વ્યારા: વ્યારા શહેરના લાયન હાર્ટ બ્રિજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, ભાજપના હોદ્દેદાર હાજર રહ્યા.
Vyara, Tapi | Sep 21, 2025 વ્યારા શહેરના લાયન હાર્ટ બ્રિજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, ભાજપના હોદ્દેદાર હાજર રહ્યા.તાપી જિલ્લાના વ્યારા શહેરના લાયન હાર્ટ બ્રિજ ખાતે રવિવારના રોજ 12 કલાકની આસપાસ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જે કાર્યક્રમ પ્રધાનમંત્રીના જન્મદિવસ અંતર્ગત ચાલતા સેવા પખવાડિયા અંતર્ગત યોજાયો હતો.જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.જેમાં યુવકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.