ધરમપુર: તાલુકાના ધામણી ચારીપાડા ફળિયામાં વૃક્ષની ડાળી સાથે 20 વર્ષીય યુવકે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સોમવારના 1 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ ધરમપુર તાલુકાના ધામણી ગામે ચારીપાડા ફળિયામાં રહેતો 20 વર્ષીય યુવક યુવતી સાથે પ્રેમ સંબંધ ત્રણ વર્ષથી ચાલી આવ્યો હતો. જો કે એકાદ મહિનાથી બંને વચ્ચે પણ બનાવો બની રહ્યા હોય જેના કારણે 20 વર્ષ યુવક ભરત રમેશભાઈ દીવા નજીકમાં આવેલી ઝાડની ડાળી સાથે લાલ કલરની નાયલોન ની દોરી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ પરિવારને થતા તેઓએ ઘટનાની જાણ ધરમપુર પોલીસને કરી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી છે.