દસાડા: પાટડીમાં શક્તિમાતાનો જન્મોત્સવ અને ૯૫૦મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો
પાટડીમાં કારતક સુદ-૧૧ના દેવઉઠી અગિયારસે ઝાલા વંશની કુલદેવી શક્તિમાતાનો જન્મોત્સવ દબદબાભેર ઊજવાયો ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિમાતા મંદિરે ભવ્ય નવચંડી હવન અને શોભાયાત્રાનું આયોજન કરાયું સમગ્ર નગરમાં કેસરી સાફા-તલવારધારી ઝાલા વંશજોની શોભાયાત્રા નીકળી આ દિવસ પાટડીનો સ્થાપના દિવસ અને શક્તિમાતાનો પ્રાગટ્ય દિન છે પૌરાણિક કથા મુજબ,હરપાળદેવ-શક્તિમાતાએ એક રાતમાં ૨૩૦૦ ગામોને તોરણ બાંધ્યા પ્રથમ તોરણ પાટડીના ટોડલે અને છેલ્લું દિઘડીયા ગામે બાંધાયુ.