કાલોલ નગર પાલિકાના ઇન્દિરા નગર વસાહતમાં રહેતા સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ પંદર - વીસ ઘરોની અંદર રહેતા લોકો છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમને જણાવ્યું હતું કે તે નગર પાલિકાના વોર્ડ નંબર -3 માં તે રહે છે અને ત્યાંના ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર સહિત પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને પણ ટેલિફોનિક, મૌખિક અને પાલિકામાં લેખિતમાં રજુઆત કરી છે પરંતુ કોઈપણ સાંભળતું નથી.