નડિયાદ: નડિયાદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં નાગરિકોની સુવિધા માટે મહત્વની રજૂઆત...
Nadiad, Kheda | Sep 15, 2025 નડિયાદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં નાગરિકોની સુવિધા માટે મહત્વની રજૂઆત. રેલવે સ્ટેશન પર આવેલી પોસ્ટ ઓફિસનું સ્થળાંતર કરવા નડિયાદ મહાનગર નાગરિક સમિતિ દ્વારા માંગણી.નડિયાદ મહાનગર નાગરિક સમિતિ દ્વારા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત નડિયાદ રેલવે સ્ટેશન પર આવેલી પોસ્ટ ઓફિસના મકાનને બદલવા માટે કરવામાં આવી છે, જેથી સિનિયર સિટીઝન્સ અને અન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓનો અંત લાવી શકાય..