સુરેન્દ્રનગર થી ભાવનગર જતિ ટ્રેન રદ કરવામાં આવી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ અંતર્ગત ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય માટે ટ્રેન વ્યવહાર બંધ કરાયો તા. 08 ડિસેમ્બર2025થી 45 દિવસ સુધી બ્લોક લેવામાં આવવાને કારણે કેટલીક ટ્રેનોના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરાયા છે. આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનો રદ, શૉર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન તેમજ રિશેડ્યૂલ કરાઇ છે.