પલસાણા: કડોદરા CNG પંપ પાસે અકસ્માત બાઇક ચાલકને ટ્રકે ટક્કર મારતા બે ઘાયલ 108 મારફતે હોસ્પિટલ ખસેડયા
Palsana, Surat | Sep 15, 2025 નેશનલ હાઈવે નંબર 48 ઉપર કડોદરા CNG પંપ પાસે સોમવારે સવારે 10 વાગ્યે અકસ્માત સર્જાયો જેમાં કામરેજ થી નવસારી તરફ જતી એક ટ્રક નંબર MH 48 CQ 9292 પુર ઝડપે હંકારી જઈ રહી હતી ત્યારે ટ્રકના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આગળ ચાલતી એક મોટરસાયકલને અડફટે લેતા ટ્રક ડીવાઈડર ઉપર ચઢી ગઈ હતી અને બે લોકોને ગંભીર ઈજાઓને થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ અકસ્માત સર્જાતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા