રાપર: સરકારી st બસમાં ખોવાયેલ 30 હજારની કિંમતનો મોબાઈલ મુસાફરને પરત કરી કંડકટરે પ્રામાણિકતાની પ્રતીતિ કરાવી
Rapar, Kutch | Nov 1, 2025 રાપર ગેડી બસમાં સવાર મુસાફર અંદાજે 30 હાજરની કિંમતનો મોબાઈલ ફોન બસમાં ભૂલી ગયા હતા.આસપાસ તપાસ કરી શોધવના પ્રયત્નો કરાયા છતાંય મોબાઈલની કોઈ ભાળ મળી ન હતી. જે બાદ આ મોબાઈલ રાપર ગેડી બસમાં ફરજ બજાવતા કંડકટર લતીફભાઈ હજામને મળતા મૂળ માલિક જીવણભાઈ લાધાભાઈ આરેઠિયા નો સંપર્ક સાધી તેમણે રાપર એસટી ડેપો મધ્યે બોલાવી ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું