સુરેન્દ્રનગરમાં સ્વદેશી ભાવના અને સ્વસ્થ જીવનશૈલીના સંદેશ સાથે રોટ્રેક્ટ ક્લબ ઓફ સુરેન્દ્રનગરના સંયુક્ત આયોજન હેઠળ “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” અભિયાન અંતર્ગત ભવ્ય સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનનું આયોજન સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સહયોગથી કરવામાં આવ્યું, જેમાં શહેરના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.