ગુરુવારે સાંજે 7:30 કલાકે ચોક બજાર ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લા ખાતેથી કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પાટીલે રાજ્યકક્ષાના"સાંસદ ખેલ મહોત્સવનો"પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ, સુરત મેયર દક્ષેશ માવાણી,ધારાસભ્યો અને અન્ય પદાધિકારીગણ હાજર રહ્યા હતા.આ શુભ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પાટીલે પોતાનું પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. ખેલ અંગેનું જીવનમાં કેટલું મહત્વ છે તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.