પુણા: રાંદેર કોઝવેમાંથી વૃદ્ધની લાશ મળી આવી,ફાયર વિભાગે ઘટના સ્થળે પોહચી રેસ્ક્યુ કર્યું,પોલીસે તપાસ હાથ ધરી
સુરતના રાંદેર કોઝવે માંથી વૃદ્ધની લાશ મળી આવી હતી.ગુરુવારે ફાયર વિભાગને કોલ મળતા ટીમ ઘટના સ્થળે પોહચી હતી.જ્યાં કોઝવે માંથી લાશનું રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી.બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પોહચી અને તપાસ હાથ ધરી હતી.જ્યાં મૃતક 59 વર્ષીય ઐયુબ મલિક ભરીમાતા રોડના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.ઘટનાને પગલે પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા.જ્યાં પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.