ગોધરા: પંચમહાલમાં નવા વર્ષની શરૂઆત સાથે રાજકીય ફેરફાર — કોંગ્રેસ અને ‘આપ’માં મોટું ગાબડું, કાર્યકરો કમલમ ખાતે ભાજપમાં જોડાયા.
પંચમહાલ જિલ્લામાં નવા વર્ષની શરૂઆત સાથે રાજકીય ફેરફાર નોંધાયો છે, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા. ગોધરા તાલુકાના ગદુકપુર સ્થિત કમલમ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ અને ધારાસભ્ય નિમિષાબેન સુથારની હાજરીમાં જોડાણી કાર્યક્રમ યોજાયો. મિરપ ગ્રામ પંચાયતના સરપંચ સહિત આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા. નવા કાર્યકરોને પક્ષની વિચારધારા સમજાવવામાં આવી.