પલસાણા: અમલસાડી ગામે તાલુકા પંચાયત પ્રમુખનાં હસ્તે રવિ કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો જેમાં 498 લાભાર્થીઓને ₹ 13.01 લાખની સહાય આપી
Palsana, Surat | Oct 14, 2025 અમલસાડી ખાતે, આ કૃષિ મહોત્સવમાં 12 સ્ટોલ લાગ્યા હતા જેના પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યું જેનું પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલે દીપ પ્રગટાવી ને ખુલ્લો મૂક્યો હતો દરમ્યાન ખેડુતોને પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ દરમ્યાન હાજર રહેલા મહાનુભાવોના વરદ હસ્તે પલસાણા તાલુકાના 12 ખેડૂતોને વિવિધ યોજનામાં કુલ રૂપિયા 13 લાખ 01 હજાર 34 ની સહાય આપવામાં આવી હતી.