અંજાર: ભીમાસર ગામ પાસે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો,પત્નીએ જ કરાવી પતિની હત્યા
Anjar, Kutch | Sep 16, 2025 ગતરોજ અંજારના ભીમાસર ગામ પાસે થયેલા યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ હત્યા પ્રેમ સંબંધમાં થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની અંજાર પોલીસે ધરપકડ કરી છે. જેની માહિતી પોલીસ દ્વારા આજરોજ બપોરના એક વાગ્યે આપવામાં આવી છે.