અડાજણ: સુરતમાં ચરસ સાથે પકડાયેલા જહાંગીરપુરાના યુવકને ૧૦ વર્ષની સખદ કેદની સજા
Adajan, Surat | Dec 6, 2025 ૩ કિલો ચરસ સાથે પકડાયેલા સુરતના જહાંગીરપુરાના પાર્થ માંડલીયાને તકસીરવાર ઠેરવીને ૧૦ વર્ષની સજા કરાઈ હતી. તલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એચ.ભુવા અને તેમની ટીમ દ્વારા કૃણાલ દુર્ગેશ વાઘવાણીની ધરપકડ કરીને તેની પાસેથી રૂા.પ લાખની કિંમતનું ૫૦૩ ગ્રામ ચરસ પકડવામાં આવ્યું હતું. આ ચરસ તેના મિત્ર એટલે કે સુરેન્દ્રનગરના વતની તેમજ સુરતમાં જહાંગીરપુરા સ્થિત રાધેપાર્ક સોસાયટીમાં રહેતો પાર્થ ગણેશ માંડલીયાએ આપ્યું હોવાનું ખુલ્યું હતું.