શહેરા તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનને લઈ ખેતીવાડી વિભાગની ટીમોએ અસરગ્રસ્ત ગામોમાં ફરીને પાકને થયેલા નુકસાનનું સર્વે કર્યું છે,જેમાં ડાંગરના પાકનો વિસ્તાર વધુ હોવાથી ડાંગરનો પાક પકવતા ખેડૂતોની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને સર્વે કરનાર ટીમોએ ૧૦૦ ટકા સર્વે કામગીરી પૂર્ણ કરી છે.