સભાનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રસ્ટ, મહિલા પાંખ તથા યુવા પાંખના પ્રમુખોએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. મંત્રી દ્વારા વાર્ષિક અહેવાલ તથા હિસાબ રજૂ કરવામાં આવ્યા, ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ, મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સમાજના તેજસ્વી તારલાઓને ટ્રોફી અને ઇનામ આપનાર કાયમી દાતા ડૉ. રાજેન્દ્રભાઈ દેસાઈ તથા ફાલ્ગુનીબેન દેસાઈને સન્માનિત કરાયા હતા