અંજાર: મેઘપર બોરીચી ખાતે સ્વામી લીલાશાહ પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી; અંતિમ દિવસે સમૂહ લગ્નમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
Anjar, Kutch | Nov 2, 2025 બે નવેમ્બરના અંતિમ દિવસે સમૂહ લગ્નમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. જે દરમિયાન માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું.દાતાઓ તરફથી કન્યાઓને સોનાની અને ચાંદીની વસ્તુઓ તેમજ ઘરવખરી સહિતનો કરિયાવર આપવામાં આવ્યો હતો.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સ્વામી લીલાશાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શીતલદાસ નાનકાણી,આશુતોષ ભંભાણી,પુરુષોત્તમ મંગવાણી (જયપુર), દિલીપભાઈ ઠરિયાણી(ડીસા),પુરુષોત્તમ આલવાણી (પપ્પુભાઈ)વગેરેએ જહેમત ઉઠાવી હતી.