ગઇ કાલે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ નિધન થયું છે. તેઓ પરિવાર પાસે લંડન જઇ રહ્યા હતા. ત્યારે હવે તેમના પત્ની અંજલિ રુપાણી લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટથી સીધા જ તેઓ ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને ગયા છે.