માંગરોળ: ઝાંખરડા ડુંગરી ગામની સીમ માંથી 27 ગાળા વીજ લાઈન ના વાયરોની ચોરી થતા ખેડૂતોએ ડીજીવીસીએલ કંપની અને પોલીસ તંત્રને રજૂઆત કરી
Mangrol, Surat | Oct 28, 2025 માંગરોળ તાલુકાના ઝાંખરડા અને ડુંગરી ગામની સીમમાંથી 27 ગાળા વીજ લાઇનના વાયરો ની ચોરી થતા ખેડૂતોએ dgvcl કંપની અને પોલીસ તંત્રને રજૂઆત કરી હતી અગાઉ પણ અનેકવાર રીડ લાઈન ના વાયર ની ચોરીના બનાવો બની ચૂક્યા છે ત્યારે પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી ચોર ઈસમો વિરુદ્ધ કરે તેવી માગણી થઈ છે સાથે ખેડૂતોને વહેલી તકે વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગણી થઈ છે