અમદાવાદ શહેર: લો ગાર્ડન માર્કેટ સજ્જડ બંધ: AMCના ત્રાસથી 500થી વધુ વેપારીઓ રઝળ્યા, સામાન જપ્ત
લો ગાર્ડન માર્કેટ સજ્જડ બંધ: AMCના ત્રાસથી 500થી વધુ વેપારીઓ રઝળ્યા, સામાન જપ્ત અમદાવાદની ઓળખસમી લો ગાર્ડન માર્કેટને AMCના દબાણ ખાતાએ સદંતર બંધ કરાવી દીધી છે, જેના કારણે વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. અનેક અરજીઓ અને મંજૂરીઓ છતાં દબાણ ખાતાએ તમામ વેપારીઓનો સામાન ઉપાડી લીધો છે, જેનાથી 500થી વધુ લોકોની રોજીરોટી પર સીધો આંચ આવી છે. વેપારીઓએ આને અન્યાય ગણાવ્યો.