ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે લખતર ખાતે રૂ. ૮.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી વિદ્યાલય - KGBVના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ એ શાળાના નવનિર્મિત ભવનનું નિરીક્ષણ કર્યું હતું અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.