મહુવા: મહુવામાં ઘર આગળ રમતા માસૂમને સુપર કેરીએ કચડ્યો, પગમાં ગંભીર ફ્રેક્ચર
મળતી માહિતી મુજબ, મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં રહેતા મેહુલભાઈ પરમારનો ત્રણ વર્ષીય દીકરો પ્રીન્સ ઘર આગળ રમી રહ્યો હતો. તે દરમિયાન મારૂતી શોરૂમ તરફથી આવી રહેલી સફેદ રંગની સુપર કેરી ગાડી નંબર જીજે-04-એડબલ્યુ-3666 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈપૂર્વક ગાડી હંકારી બાળકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળકના ડાબા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને ફ્રેક્ચર થતા ઓપરેશન કરાવવું પડ્યું હતું. અકસ્માત બાદ ગાડી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું