આંધ્રપ્રદેશ ના પરિક્ષિત પ્રદિપસિંઘ જામવાલ ઇસ્કોન થી રાજકોટ જવા GJ 10 DN 0466 નંબરની અર્ટિગા કારમાં બેઠો હતો.રસ્તામાં આ કાર ચાલક અને કારમાં સવાર અન્ય લોકો વધારે પડતાં અવાજમા મ્યુઝિક સિસ્ટમ વગાડતા હોય ટેપ ધીમે વગાડવાનું કહેતા ઉશ્કેરાયેલા કાર ચાલક તથા પાછળ આવેલી અન્ય કાર ચાલકે પાણશિણા નજીક CNG પંપ પાસે બોલાચાલી કરી કારમાંથી નીચે ઉતારી દઇ મારમાર્યાની 3 જાન્યુ સવારે 11 કલાકે ફરિયાદ પાણશિણા પો.સ્ટે નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.