પાટડી પોલીસ મથકના પી.આઈ સહિતનો સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ઘાસપુર ગામના પરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર રેઇડ કરી હતી જેમાં પોલીસે સ્થળ પરથી 10 જુગારીઓને ઝડપ્યા જેઓ પાસેથી રોકડ રૂ.19,220 સાથે 7 મોબાઈલ જેની કિંમત રૂ.35,000 એક ઇકો ગાડી જેની કિંમત રૂ.2,00,000 મળીને કુલ રૂ.2,54,220નો મુદ્દામાલ કબ્જે કરી અને પાટડી પોલીસ મથકે ગુન્હો નોંધ્યો હતો.