ગત તા.૦૪ સાંજે 8 વાગ્યાના અરસામાં ફરિયાદી ઘરે હતા તે સમયે ગામના જ હિતેશભાઈ સામતાભાઈ સોલંકી , ગણેશભાઈ ભિમાભાઈ સોલંકી, હેમરાજભાઈ ભીખાભાઈ સોલંકી તેમના ઘરની આગળ શેરીમા આવી તેમના ઘરની સામાજીક વાતોમાં વચ્ચે આવતા. હતા જેમને ફરિયાદીએ તેમના ઘરની વાતોમાં વચ્ચે ના આવવા કહેતા.આરોપીઓએ અમો તમારી કોઈ વાતોમા વચ્ચે આવતા નથી. અને તુ અમારી ખોટી રીતે વાતો કરે છે કહી ગાળાગાળી કરીગણેશભાઈ અને હિતેશભાઈ એ તેના લાકડી ફટકારી હતી તો હેમરાજભાઈએ ધકબુશટનો માર માર્યો હતો