વલ્લભીપુર: વલ્લભીપુર RSSએ વિજયાદશમીની કરી ઉજવણી યુવાનોને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહેવા અને સંગઠિત થવા આયોજિત કાર્યક્રમથી આહવાન
આજે તારીખ 5 ઓકટોબર સાંજના 5 કલાકે વલ્લભીપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા વિજયા દશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શસ્ત્ર પૂજન પણ કરાયું હતું. આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 100 વર્ષ પૂર્ણ કર્યા છે, જેના સંદર્ભે આવડ માતાના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું.