શહેરા: શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પંચામૃત ડેરીમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાતા શહેરા ભાજપમાં ખુશીનો માહોલ
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પંચામૃત ડેરીમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાતા શહેરા ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે,જેને લઈને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકરોએ શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે એકત્રિત થઈને ભાજપ કાર્યાલયની બહાર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.