પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા જિલ્લામાં હથિયાર વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન જિલ્લામાંથી કુલ 40 કેસોમાં હથિયાર રાખવા અને હથિયાર બતાવી ભય ફેલાવવાના ગુનાઓ નોંધાયા છે. અંજાર, દુધઈ, કંડલા મરીન, ભચાઉ, ગાંધીધામ, આદિપુર, સામખિયાળી, રાપર સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી. પોલીસે દેશી બંદૂક, ચાકૂ સહિતના હથિયારો કબ્જે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.